દશાવતાર - પ્રકરણ 68

(67)
  • 3.4k
  • 1
  • 1.7k

          “મને ખબર છે.” પદ્માએ પાછું જોયા વગર સરોજાને પોતાની પાછળ ખેંચીને કહ્યું, “બસ દોડતી રહે.”           એણે પાછું વળીને જોયું નહોતું. એણે પાછા જઈને એના લોકોને મદદ કરવાની પોતાની બાલીશ ઇચ્છાનો સામનો કર્યો કારણ કે એ જાણતી હતી કે પોતે મદદ કરી શકે એમ નથી.  જ્યાં સુધી એ કેનાલ પર ન પહોંચ્યા ત્યાં સુધી એ દોડતી રહી. એ કેનાલ પાસે ઊભી રહી ત્યારે ગતિના લીધે સરોજા એની સાથે અથડાઈ અને લગભગ બંને પડી જ ગઈ હોત પણ એમણે વેલ પકડી લીધી અને પોતાની જાતને સ્થિર રાખી.           “વેલ