રાવલો ચીસ સાંભળીને એનાં કૂબામાંથી બહાર નીકળી આવ્યો એનાં ચહેરાં પર ક્રોધ હતો હાથમાં એનું ખડગ જેવું હથિયાર હતું જ્યાં નૃત્ય સંગીત અને પ્રેમાલાપ ચાલતો હતો ત્યાં સન્નાટો છવાઇ ગયો. મદીરા પીને મસ્ત થયેલાં યુવાનો જાણે તંદ્રામાંથી બહાર આવ્યાં એમણે બધાએ પોત પોતાનાં ભાલા પકડીને ત્યાં ધસી આવ્યાં. રાવલાએ એના પિતાને જોયાં એમનાં પેટમાં કોઇ ધારદાર હથિયારનો ઘા જોયો લોહી નીકળી રહ્યું હતું. રાવલાએએ બૂમ પાડી “તાપસીબાવા તાપસીબાવા.. કોઇ તાપસીબાવાને બોલાવો જડીબુટ્ટી લાવો.” કબીલાનાં યુવાનોએ રાજા ધ્રુમનને ઊંચકી ત્યાં મોટાં લાકડાનાં બનેલાં થડ જોવી પાટ પર સુવાડ્યાં ત્યાં મોટી દાઢીવાળા તાપસીબાવા દોડતાં આવ્યાં એમનાં ગળામાં હાથમાં શંખ-રુદ્રાક્ષની માળાઓ હતી એમણે