કલ્મષ - 6

(31)
  • 3.1k
  • 1.9k

પ્રકાશનું આમ અચાનક ચાલી જવું નિશિકાંત પર અસર કરી ગયું હતું. એ વાત સાચી હતી કે પ્રકાશ ઘણી વાતોમાં નિશીકાંતથી કતરાતો રહેતો. ખાસ કરીને જયારે બે જણની સરખામણી થતી ત્યારે. એ માટે જવાબદાર હતા માસ્તરસાહેબ પોતે. નિશિકાંત માત્ર ભણવામાં જ નહીં બધી રીતે ખંતીલો હતો. આ વાત માટે થઈને પ્રકાશને વારંવાર શિખામણના બે શબ્દ સાંભળવા પડતા. જે વાત પ્રકાશને ભારે કઠતી હતી. પરંતુ, શહેરમાં આવ્યા પછી પરિસ્થિતિ બદલાઈ ચૂકી હતી. વારંવાર રોકટોક કરવા માસ્તરસાહેબ તો હાજર નહોતા. બે યુવાનો પોતાની રીતે ભણતા, કામ કરતા અને કમાતા હતા. છતાં, ટોકવા જેવી વાત એ હતી કે નિશિકાંત કમાણીનો થોડો હિસ્સો માસ્તરસાહેબને ભૂલ્યા