સાયલન્સ પ્લીઝ

  • 22.7k
  • 4
  • 11.2k

પુસ્તકનું નામ:- સાયલન્સ પ્લીઝ સમીક્ષક:- ડૉ. રંજન જોષી લેખક પરિચય:- ડૉ. આઈ. કે. વીજળીવાળા એ ગુજરાતી સાહિત્યના લેખકગણમાં ખૂબ પરિચિત અને પ્રસિદ્ધ નામ છે. વ્યવસાયે બાળ રોગ નિષ્ણાંત અને મૂળ ભાવનગરના વતની ડૉક્ટર યુનુસ કાસમભાઈ વીજળીવાળા, જેમને સૌ ડૉ.આઈ. કે. વીજળીવાળા તરીકે વધુ ઓળખે છે. જેમના પુસ્તકો વાંચીને તમારી આંખો ભીની થાય, સમાજસેવામાં પોતાનું જીવન આપનાર, લાખો ગુજરાતીઓની લાગણીનું સરનામું એટલે ડૉ. આઈ. કે. વીજળીવાળા. તેમના સાહિત્ય સર્જનની વાત કરીએ તો મોતીચારો શ્રેણી અંતર્ગત મોતીચારો, અંતરનો ઉજાસ, અમૃતનો ઓડકાર, હૂંફાળા અવસર, મનનો માળો, પ્રેમનો પગરવ એમ કુલ છ પુસ્તકો સમાવિષ્ટ છે. સાયલન્સ પ્લીઝ શ્રેણી અંતર્ગત સાયલન્સ પ્લીઝ, કાળની કેડીએથી, સમયને