તૈયારી

  • 2.4k
  • 780

બસ સાંજ ઢાળી જ રહી હતી અને રોજની જેમ મને આજે પણ વાંચવામાં ને વાંચવામાં ખબર જ ના રહી કે સાંજ થવા આવી , અચાનક એક મિત્રનો ફોન આવે કે એક્ઝામનું રિઝલ્ટ આવ્યું તે જોયું તારું નામ ? મેં ના કહી ફોન રાખ્યો અને તરત રિઝલ્ટ જોવા લાગ્યો અને નામ સેર્ચ કર્યું તો દરવખત ને જેમ ફરી આ વખતે પણ થોડા માર્ક્સથી રહી ગયો. રિઝલ્ટમાંથી મન કાઢી હું વાંચવા ગયો પણ હવે મનને લાખો સવાલોએ ઘેરી લીધું હતું,થોડીવાર તો એ જ ખબર ના રહી કે હું વિચારું છું કે સાવ શૂન્ય થઈ ગયો છું, મેં મારી જાતને વિચારોમાંથી બહાર કાઢી