દશાવતાર - પ્રકરણ 65

(72)
  • 3.2k
  • 2
  • 1.7k

          વિરાટે ઉપર જવાનો પ્રયત્ન કર્યો પરંતુ વજ્રની તેના હાથ પરની પકડ છૂટી ગઈ અને એ જમીન પર પટકાયો. એ પથ્થરના રાક્ષસી ચોસલાને અથડાય એ પહેલા એ જાગી ગયો. એના સ્વપ્નથી ધ્રૂજતો અને પરસેવો લૂછતો એ સ્નાન કરવા જળકુંડ તરફ ચાલવા લાગ્યો. એ તાલીમનો એક પણ દિવસ ચૂકવા માંગતો નહોતો એટલે એનું માથું ભારે હતું છતાં સ્નાન પતાવીને એ તાલીમના મેદાન તરફ ગયો.           વિરાટને બે નિર્ભય સાથે લડતા જોવા માટે બધા જ્ઞાનીઓ રાહ જોઈ રહ્યા હતા. વજ્ર અને તારા એના મિત્રો હોવા છતાં વિરાટ ગભરાટ અનુભવતો હતો. એ અખાડામાં સુકા ચુનાથી બનાવેલા વર્તુળમાં ગયો. ગુરુ જગમાલ