પ્રારંભ - 12

(73)
  • 6.1k
  • 2
  • 4.4k

પ્રારંભ પ્રકરણ 12જામનગરની ભૂમિનો જ એ પ્રતાપ હતો કે આજે પહેલા જ દિવસે આટલું સરસ ધ્યાન કેતનને લાગી ગયું. એટલું જ નહીં પરંતુ એને અખિલેશ સ્વામીનાં પહેલીવાર દર્શન પણ થયાં જે એના સ્પિરિચ્યુઅલ ગાઈડ હતા ! કેતન જાણતો હતો કે પૃથ્વી ઉપર દરેક મનુષ્યના કોઈને કોઈ સ્પિરિચ્યુઅલ ગાઈડ હોય છે જે અંતઃપ્રેરણા દ્વારા કે સ્વપ્ન દ્વારા અવારનવાર માર્ગદર્શન આપતા હોય છે. આ ગાઈડ કેટલાય જન્મોથી જે તે આત્માની સાથે જોડાયેલા હોય છે. સામાન્ય રીતે તો આ ગાઈડ કોઈ પવિત્ર આત્મા જ હોય છે. પરંતુ વ્યક્તિની જો આધ્યાત્મિક ઉન્નતિ થાય તો કોઈ ઉચ્ચ આત્મા ગાઇડનું સ્થાન લઈ લેતા હોય છે. ધ્યાનમાંથી