ડાયરી - સીઝન ૨ - અરેન્જ્ડ લવ મેરેજ

  • 2.1k
  • 1.1k

શીર્ષક : અરેન્જ્ડ લવ મેરેજ ©લેખક : કમલેશ જોષી આમ તો મારે આ ટોપિક ઉપર નહોતું લખવું પણ લગ્નના પાંચ દાયકા વટાવી ચૂકેલા એક દાદીમાને જયારે એની ટીનેજર પૌત્રીએ કહ્યું કે "બા તમને વેલેન્ટાઇન ડે માં ખબર ન પડે." ત્યારે મારાથી રહેવાયું નહિ. પ્રેમનો, લવનો ચટાકેદાર, મસાલેદાર, સ્પાઈસી, ડિલીશીયસ સ્વાદ માણવા જઈ રહેલી દીકરીને બા, દીકરો અને વહુ નાકનું ટીચકું ચઢાવી જોઈ રહ્યા. મને અમારા કોલેજકાળના દિવસો યાદ આવી ગયા. મારું હૃદય સહેજ વધુ જોશથી ધબકવા લાગ્યું.સાવ સાચું કહેજો તમારું હૃદય છેલ્લે ક્યારે ઉત્સાહભેર ‘ધક ધક... ધક ધક’ ધડકયુ હતું? સાતમું ભણતા ત્યારે પેલી પહેલી બેંચ પર બેસતી હોંશિયાર છોકરીએ