૩ કલાક - 7

  • 3.4k
  • 1
  • 1.5k

૭ "ગોપાલ, તને શું લાગે છે? આપણે અહીં રહેવું જોઈએ?" વિરલ ઝરૂખામાં બેસીને બગીચા તરફ જોઈ રહી હતી. "ફરવા આવી છે અહીં? આ કોઈ બીજો દેશ છે કે હમણાં ફ્લાઇટ પકડીને ઘરે જતાં આવશુ, અહીં ફોન પણ નથી 'ને તું એક તો.... અહીં રેહવું જોઈએ એ કોઈ પ્રશ્ન છે તારો યાર વિરલ." ગોપાલને તેના ફોનની યાદ આવી રહી હતી. "જો, કુંવર અભયસિંહ..." વિરલએ હમણાં બગીચામાં આવેલા અભયસિંહ તરફ આંગળી ચીંધી. "તું સાચી હતી વીરુ, કુંવર અભયસિંહતો શર્ટ પે'રતા જ નથી." ગોપાલ અભયસિંહના આકર્ષક વ્યક્તિત્વને જોઈને પ્રભાવિત થઇ ગયો હતો. "ડોન્ટ ફૉલ ઈન લવ વિથ હિમ, હી ઇઝ અ બેડ મેન."