સુસવાટા બોલાવતી કેટલાય પ્રદેશોની યાદો, સંસ્કૃતિ, ઇતિહાસ અને માટીની સુગંધ લઈને એ રખડતી હવા બીજી રખડતી હવા સાથે ટકરાઈ રહી છે. અને આ બંને હવાના ટકરાની સાથે જ સમગ્ર વિશ્વના પ્રેમ, સોહાર્દ, કામુકતા, સૌંદર્યતા, આક્રમકતાનું મિશ્રણ થાય છે. તડાંગ......ભડાંગ...... ડિબાંગ.......ધમ......ધમ........ધમ વીજળીના કડાકા-ભડાકા થતા જોવા મળે છે. અને એમાંય આકાશનો પ્રેમ જોઈ સમુદ્ર પણ ઘેલો થયો અને પોતાની અંદરની લાગણી,પ્રેમ, કામુકતા અને સંતોષવા ઉંચા-ઉંચા ઉછાળા મારે છે.અને પોતાના સ્વજન ગગન સાથે બાથ ભીડવાનો પ્રયત્ન કરે છે.