પ્રારંભ - 9

(80)
  • 5.4k
  • 4
  • 4k

પ્રારંભ પ્રકરણ 9કેતન અને જાનકી સુરતની કોલેજમાં સાથે જ ભણેલાં. આખી કોલેજમાં કેતન માત્ર જાનકીને જ પસંદ કરતો હતો. કેતન અમેરિકા ગયો તે પહેલાં જાનકી સાથે એની ગાઢ મૈત્રી હતી અને બન્ને રિલેશનશિપમાં હતાં. કેતનના કોલેજના મિત્રો પણ એમ જ માનતા હતા કે કેતન જાનકી સાથે જ લગ્ન કરશે. જો કે બે વર્ષ માટે કેતનને અમેરિકા જવાનું થયું એટલે સંબંધોમાં બ્રેક આવી ગયો. જાનકી કેતનના ઘરે પણ ઘણીવાર આવી ગયેલી અને શિવાની એને ખૂબ જ પસંદ કરતી હતી. માત્ર શિવાની જ શું કામ, ઘરના તમામ સભ્યોને જાનકી ગમતી હતી ! ઘરના તમામ સભ્યોની ઇચ્છા હતી કે કેતન જાનકી સાથે જ