કલ્મષ - 5

(29)
  • 3.5k
  • 2
  • 2k

મધરાત વીતી ચૂકી હતી છતાં વિવાનની આંખમાં નિદ્રારાણી પધારે એવી નિશાની નહોતી. પોતાનો જ અતીત એવી રીતે ખેંચી રહ્યો હતો જાણે કોઈ રસમય નવલકથાના પાનાં. માની ઠંડી પડી રહેલી ચિતાને જોઈ રહેલા કિશોર સંપૂર્ણપણે હોશમાં હતો. એને ખબર હતી કે હવે પાસે ન તો કોઈ છત હતી ન કોઈ સહારો. નિશિકાંત સાથે છેવટ સુધી ઉભા રહ્યા હતા માસ્તરસાહેબ.એમણે નિશિકાંતના માથે હાથ ફેરવ્યો અને ખભાને હળવેથી થપથપાવ્યો.કેટલી હૂંફ હતી એ સ્પર્શમાં, જાણે મધદરિયે અટવાતી કોઈ નૈયાને દિશા મળી ગઈ હોય.નિશીકાંતે પાછળ ફરીને માસ્તરસાહેબની સામે જોયું ત્યારે એમાં ફક્ત દેખાઈ મમતા.'ચાલ નિશિકાંત , મારી સાથે... 'સાહેબ બોલ્યા.નિશીકાંતને સમજતા વાર ન લાગી કે