પ્રેમ - નફરત - ૬૮

(33)
  • 3.7k
  • 5
  • 2.3k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૬૮ આરવને કલ્પના ન હતી કે લગ્નનું સુખ આટલું જલદી માણવા મળશે! આરવ લગ્ન પછી રચનાની પરિસ્થિતિને સ્વીકારીને સહયોગ આપી રહ્યો હતો. રચનાએ એક વખત કહ્યા પછી એણે ક્યારેય લગ્નસુખ માટે જીદ કરી ન હતી કે દબાણ કર્યું ન હતું. એ લગ્નસુખના દિવસની શરૂઆત થવાની રાહ જોઇ રહ્યો હતો. દુબઇ આવ્યો ત્યારે એકલતા કનડતી હતી. એક કુંવારા વિદેશી બિઝનેસમેન સાથે જ્યારે મુલાકાત થઇ ત્યારે એણે હમણાં જ લગ્ન કરીને એકલા આવેલા આરવને દુબઇમાં થાઇ મસાજ બહુ મશહૂર હોવાનું કહી લાભ લેવા કહ્યું હતું. આરવને ખબર હતી કે એનો ઇશારો શું છે. આરવ દુબઇ આવીને