સવાઈ માતા - ભાગ 7

(19)
  • 4.5k
  • 3.3k

સમીરભાઈ રામજીની વાત સાંભળી મનથી આનંદિત થયાં અને મેઘનાબહેન સામું જોઈ બોલકી આંખોથી સંવાદ કરી લીધો. ત્યારબાદ, રામજીનાં ખભે પોતાનાં બેય હાથ હળવેથી, તેને વિશ્વાસ આપતાં હોય તેમ મૂકી બોલ્યાં, "જરૂર, અમે તમારી ભાવનાઓ લીલાનાં માતાપિતા સુધી પહોંચાડીશું અને એટલું જ નહીં તમારાં બેયનું ઘર આ જ કેમ્પસમાં મંડાઈ જાય તેની કોશિશ પણ કરીશું જ. તમારો અને તમારાં માતાપિતાનો ફોનનંબર આપી દો જેથી વાતચીતમાં સરળતા રહે." આજકાલ ગામ હોય કે શહેર, મોબાઈલ ફોન કોઈ સ્ટેટસનું જ નહીં, જીવનજરૂરિયાતનું પણ સાધન છે અને એટલે જ રામજીનાં પિતા પાસે પણ એક મઝાનો ટચૂકડો સ્માર્ટ ફોન હતો જ. રામજીએ ખૂબ ખુશીથી પોતાનો અને