રાજલે વસુધાને આ બધી વાત વિગતવાર કરી હતી. એક સાંજે ડેરીએ બંન્ને એકલાં બેઠાં હતાં ત્યારે રાજલે પોતાની કથની કીધી હતી.. એણે કહ્યું “કેટલી હોંશમાં અને આનંદમાં ગયાં હતાં ત્યાં કેટલો આનંદ કરેલો અને પાછા આવવાનાં દિવસે જ.. પેલો કાળમુખો...” વસુધાએ કહ્યું “રાજલબેન પછી શું થયેલુ?.” વસુધાને જાણવાનો રસ પડેલો. રાજલે કહ્યું “પછી અમારુ નસીબ ચાર ડગલાં આગળ ચાલવાનુ હતું જેની અમને ખબર નહોતી આમે હું મારો ઘણી જીવતો છે છતાં રાંડેલી છું.” વસુધાને સાંભળી દુઃખ થયુ એણે આગળ પૂછવાની હિંમત ના થઇ. રાજલે કહ્યું “વસુ.. રાત્રે એમણે બીયર પીધો એ પીતાં રહેલાં હું તો ક્યારે ઊંધી ગઇ મને ખબરજ