વસુધા - વસુમાં - પ્રકરણ-94

(37)
  • 3.1k
  • 2
  • 1.6k

વસુધા રાજલનો ભૂતકાળ જાણતી હતી.. એ લોકો આબુ ફરવા ગયાં હતાં. મયંકને બાઇકનો ખૂબ શોખ એણે રાજલને અને એનાં પિતા લખુકાકાને જીદ કરી કહ્યું “બધાં જાય છે આબુ એ ક્યાં દૂર છે માંડ 250 કિમી છે. પહેલાં અંબાજી જઇશું. પછી આબુ બે દિવસ ફરીને આવી જઇશું. એમાં ચિંતા શું એ બસમાં અથડાતા કૂટાતાં નથી જવું.” લખુકાકાને એ સમયે એમની જવાની યાદ આવી ગયેલી એમણે કહ્યું “જાવ જાવ પણ આમ એકલાં જાવ છો એનાં કરતાં કોઇને સાથ કરીને જાવ તો સારું..” ત્યારે મયંકે કીધું “બાપા બધાને સમય હોવો જોઇએ અને ખર્ચ પણ થાય હું તો તમારે જોરે જઊં છું.” એમ કહી