અઘોરીજીએ સાવીને દિશા સૂચન કર્યુ અને એ હવામાં ઓગળી ગયાં. સાવીએ હવે શરીર ધારણ કર્યું હતું હવે આખી દુનિયા એને જોઇ શક્તી હતી એણે જોયું કે માનવ શરીર મળી ગયુ છે અઘોરીજીએ કહ્યું એમ મારે ઘણાં કામ કરવાનાં છે. મારી અઘોરણ તરીકેની મને શક્તિઓ મળે એવી કામના કરુ છું એને અઘોરીજીનાં શબ્દો યાદ આવ્યાં પ્રથમ કોઇ પવિત્ર સ્થળે મારે જવું જોઇએ શું અઘોરીજી ત્યાંજ ગયાં હશે ? સાવીએ દરિયા તરફ એક તિરસ્કાર ભરી નજર કરી ત્યાં અંઘારામાં પણ દરિયાનાં પાણીમાં મોટી મોટી લહેરો આવી રહેલી ભયંકર ઉછાળ જોયા એણે તુરંતજ ત્યાંથી નીકળી જવાનું નક્કી કર્યું... *********** સોહમ એનાં રોજનાં સમયે