સમજુ પૌત્ર

  • 1.9k
  • 678

એક સાંજે પૂજાબેન અને કિશનભાઈ બન્ને હોલમાં બેઠા હતા. બન્નેનો એક નો એક દીકરો આરવ પોતાના રૂમમાં કાંઈક કામ કરતો હતો. અચાનક જ પૂજાબેને અવાજ કર્યો... બેટા આરવ, તું ફ્રી હો તો અહીં આવ હોલમાં આપણે સાથે બેસીએ. આરવે કહ્યું, હા મમ્મી આવ્યો થોડી વારમાં... મમ્મી કહે ઓકે બેટા... થોડી વારમાં આરવ હોલમાં આવ્યો અને બોલ્યો, બોલ મમ્મી કંઈ ખાસ કામ હતું મારુ??? મમ્મી કહે હા બેટા એક ખાસ કામ છે તારું, પણ તું રોજ કામમાં વ્યસ્ત હોય છે એટલે હું તને કહેવાનું ટાળું છું... આરવ કહે બોલને મમ્મી શું કામ છે તારે, કામ તો ચાલ્યા કરશે... મમ્મી કહે બેટા,