વસુધા - વસુમાં - પ્રકરણ-92

(35)
  • 3.2k
  • 2
  • 1.6k

મહીસાગરનાં ઊંડા ભયાવહ બીહડ જેવા કોતરોમાં અંધારૂ હતું કાળીયાની ટોળકીએ એમાં છૂપાવા માટે આશરો લીધો હતો. બધાને ભૂખ લાગી હતી પાણી સુધ્ધાં સાથે નહોતું કાળીયાએ રમણા અને પકલાને પૈસા આપી વાસદ સુધી જઇને ખાવા-પીવાનું બધુ લઇ આવવા પૈસા આપ્યા એ લોકો બધુ લેવા ક્યારનાં ગયાં હતાં. કાળીયાએ એનું ધારીયું ચકાસ્યુ એની ધાર પર હાથ ફેરવતો બોલ્યો “મગના આજે પેલી રાંડનું બધુ કામ તમામ કરી દેત એનાં માટે આ ધારીયાને પાણી પીવરાવીને ધારધાર કરેલું પહેલાં એને પેટ ભરીને ભોગવત પછી એનું ગળુ કાપી નાખત મને જે સજા થવી હોય ભલે થાત મારાં બાપાનું વેર વળી જાત અને એનાં વિનાં એની ડેરીને