મગનાને મોઢે સાંભળેલી વાત જાણી કાળીયાએ તરતજ ગંદી ગાળ મોઢેથી બોલીને કહ્યું “એ ટેણીયાનો ટોટો પીસી નાંખીએ એ સાલો ત્યાં ક્યાંથી હતો ? છોડ… હશે જે થશે એ પહેલાં અહીંથી નીકળી ખાવા પીવાની વ્યવસ્થા કરીએ”. રમણાએ કહ્યું “બધાએ સાથે જવામાં જોખમ છે કાળીયા તું અને મગનો અહીંજ રહો હું અને પકલો જોઇએ છીએ બધી વ્યવસ્થા કરીને આવીએ છીએ તમે લોકો અહીંજ રહો. તું પૈસા આપ મારી પાસે નથી.” કાળીયાએ ગાળો ભાંડી અને ખીસ્સાંમાંથી બે હજાર રુપીયા આપી કહ્યું “ખાવા પીવાનું વધારે લાવજે.” રમણાએ કહ્યું “આટલાથી શું થાય ? મારી પાસે 800 રૂપિયા છે બીજા કાઢ..” કાળીયાએ કહ્યું “પકલા મગના તમારી