દશાવતાર - પ્રકરણ 62

(71)
  • 3.5k
  • 1
  • 1.7k

          "યાદ રાખો, જો તમે માનો છો કે તમારો એક ભાગ હંમેશા નિર્ભય છે તો તમારી પાસે ગમે તે ભય પર કાબૂ મેળવવાની હિંમત હશે. જો તમે માનતા હોવ કે તમારામાં એક મિત્ર છે જે તમને જ્યારે તેની જરૂર હોય ત્યારે તમારી સાથે રહી શકે છે....” વજ્રએ ચાલુ રાખ્યું, એની આંખો તાલીમના મેદાનમાં ઊભા દરેક જ્ઞાનીના ચહેરા પર ફરતી હતી, “બસ તમારે કલ્પના કરવાની છે કે તમારા હૃદયમાં નિર્ભય છે. જેમ તમે અનુભવો છો કે તમારા મનમાં એક જ્ઞાની છે અને જ્યારે પણ તમને જરૂર પડે ત્યારે એ જ્ઞાની બહાર આવે છે એ જ રીતે જો તમે અંદરના