(રાતે ડિનર બનાવવાના ચક્કરમાં વધુ વંચાયું ન હોવાથી વૈદેહી સવારે વહેલી ઉઠી સાર્થકને ડિસ્ટર્બ ન થાય તેથી હોલમાં વાંચવા જાય છે પણ કિચનમાં ગરિમાબેન નાસ્તો બનાવી રહ્યાં હતાં તો વૈદેહીએ એમને આરામ કરવા કહ્યું અને પોતે નાસ્તો બનાવવા લાગી. ગરિમાબેન વૈદેહીને ઘરની બહાર કાઢવા માટે કંઇક પ્લાન બનાવે છે તો બીજી તરફ વિક્રમ એનાં કાકાનાં મૃત્યુ થવાનાં કારણે ગામડે ગયો હોય છે. એ જલ્દીથી જલ્દી શિખા અને વૈદેહીને સબક શીખવાડવા અહીંથી નીકળવા વિચારે છે. હવે આગળ) સાર્થકનો જવાનો સમય થઈ ગયો હતો. વૈદેહી સાર્થક સાથે વાત કરવા માંગતી હતી પણ કરી નહીં શકી. સામે સાર્થક ઈચ્છતો હતો કે વૈદેહી એને