મેઘનાબહેનની આંખોમાં અશ્રુબિંદુ ડોકાઈ ગયાં. તેમણે પાછળ નજર કરી જે તરફ સમીરભાઈ બેઠાં હતાં. સમીરભાઈ પણ કાંઈ ગૌરવભર્યું, સસ્મિત વદન લઈ ખુરશીમાંથી ઊભા થયા અને સ્ટેજ તરફ ચાલવા લાગ્યા. હોલમાં બેઠેલ દરેક વ્યક્તિનું ધ્યાન આ રૂપકડી દીકરી અને તેનાં માતા-પિતાની બે જોડ તરફ સ્થિત હતું. સમીરભાઈએ સ્ટેજ નજીક આવતાં જ પોતાનો હાથ રમીલાનાં પિતાનાં ખભે મૂકી તેની સાથે ભાઈબંધની પેઠે સ્ટેજ ઉપર જવાં પગથિયાં ચઢી ગયાં. પાછળ, મેઘનાબહેન પણ રમીલાની માતા સાથે સ્ટેજનાં પગથિયાં ચઢ્યાં. હવે, રમીલાની બેય તરફ તેનાં પિતા અને માતાની જોડલીઓ શોભતી હતી. રમેશભાઈ પલાણ જેઓ ધનનાં ઢગલે બિરાજનાર અતિ સફળ એવાં બિઝનેસમેન હતાં તેમણે ભીની આંખે