દશાવતાર - પ્રકરણ 61

(69)
  • 3.1k
  • 1
  • 1.6k

સૂર્ય ક્ષિતિજથી થોડો ઉપર હતો. હવામાં ઉડતા ક્ષારના કણ પ્રલયની યાદ તાજી કરાવતા હતા. તાલીમના મેદાન પર પહોચવાનો સમય થઇ ગયો હતો. વિરાટે પહેરણના બટન ખોલ્યા અને તેના શરીર તરફ નજર કરી. તેના શરીર પર ઠેક ઠેકાણે ઉઝરડા પડ્યા હતા. ક્યાંક કોઈક ઉઝરડો ઊંડો થયો હોય ત્યાં હજુ રાતી રેખા દેખાતી હતી જયારે બાકીના ઉઝરડા વાદળી અથવા ઘેરા બદામી રંગના દેખાતા હતા. તેણે એ દિવસની તાલીમની કલ્પના કરી. વજ્રએ ગઈ કાલે જ કહ્યું હતું કે તેનું આગામી દંગલ વજ્રની સામે હશે- તેના મિત્રો સામે નહીં. તેણે સ્નાન કર્યું અને બીજું પહેરણ પહેર્યું. એ પછી વાળ બાંધ્યા અને માથા પર જુના સમયના ઋષીઓ જેમ