'ગઝલ મિહિર કાપડિયાની બહેન છે.. એને કોઈ સંતાન નથી એટલે બધો વારસો ગઝલને જ મળશે.. અને ગઝલ દ્વારા મને..' મલ્હાર ખંધુ હસતાં બોલ્યો.'અરે વાહ ગ્રેટ..' મોન્ટી એને તાળી આપતાં બોલ્યો. અને એ લોકોએ ગાંજા વાળી સિગરેટ પૂરી કરી.**પ્રણય પરિણય ભાગ ૧૪કાવ્યાએ આખો દિવસ આરામ કર્યો. તેણે મલ્હારનો કોન્ટેક્ટ કરવાની ઘણી કોશિશ કરી પણ કોઈ રીતે એનો કોન્ટેક્ટ થઇ રહ્યો નહોતો.કંટાળીને તેણે આરોહીને ફોન લગાવ્યો.'હેલ્લો.. કાવ્યા કેમ છે તારી તબીયત..?' ફોન ઉપાડતાં આરોહી બોલી. 'ફીલિંગ બેટર નાઉ.. સાંભળને, મારે એક કામ છે તારું..''બોલને.. ઘરે બધું બરાબર છે ને? તે ઘરે વાત કરી?' આરોહીને ચિંતા થઈ.'ના.. હજુ સુધી નથી કીધું, હું અને