ભાગ…૨૯ (કાળુ સવાઈલાલ ધમકાવીને કાઢી મૂકે છે. રાજ સિંહ કાળુ ભાગી જતાં ચિંતા કરે છે. સાન્યાના બયાનથી બીજા પકડાઈ જાય છે. કાળુને પણ પોલીસના હાથે પકડાઈ જાય છે. હવે આગળ....) "આ બ્રેસલેટમાં એક જીપીએસ ચીપ છે અને જે અમારી સિસ્ટમ સાથે કનેકટડ છે. એટલે જ અમે તને પકડી શક્યા." કાળુ નિરાશ થઈ ગયો છતાં તેને હિંમત કેળવીને ઇન્સ્પેક્ટર રાજ સિંહ ને ધક્કો મારી અને તે ભાગવા લાગ્યો. પણ આ વખતે અશ્વિન અને તેની ટીમ તૈયાર હતી એટલે તેમને કાળુને ભાગવા ના દીધો, તેને પકડી લીધો અને ગાલ પર બે ધોલ મારી દીધી. બે ધોલ પડતાં જ કાળુ પોલીસની ગાડીમાં બેસીને