ભાગ….૨૬ (રામઅને માયા સાન્યાને તેની કુટિરમાંથી સફળ રીતે બહાર કાઢી લે છે. ચંપાનંદ અને મુકતાનંદ સાન્યા છટકી ગઈ તે ખબર પડતાં જ ભાગવા મથે છે પણ પોલીસ તેમને ઘેરી લે છે. ચંપાનંદ પોતાની જાત બચાવવા સાન્યાનો ઉપયોગ કરે છે. હવે આગળ...) સાન્યાના ગળા પર ચાકુ હોવાથી પોલીસ કંઈ કરી શકતી નથી અને તેઓ જવા દે છે. કાળુ ધીમે ધીમે આશ્રમની બહાર નીકળે છે અને જેવો તે આશ્રમના દરવાજે પહોંચ્યો જ હશે અને તે સાન્યાને ધક્કો મારીને દૂર ફેંકી દે છે અને તે ભાગવા લાગે છે. કાળુ એટલે કે ચંપાનંદ હજી માંડ ત્રણ ચાર ખેતર જ દૂર ગયો હશે અને સાવનના