સવાઈ માતા - ભાગ 3

(33)
  • 5.8k
  • 4.2k

મેઘનાબહેને પોતાનાં બેય હાથ લંબાવી તેને પાસે બોલાવી અને ભાવથી ભેટી પડ્યાં. તેમણે મીરાંમાસીને કહ્યું,"શું રમીલા મારાં ઘરે ન રહી શકે?" ત્યાં રમીલા જ બોલી ઊઠી, "ના માસી, હું અહીં જ રહી જાઉં તો વિજયામાસી સાવ એકલાં પડી જશે. તેમની સાથે તો દીદી વાતો પણ નથી કરતાં. અને કદાચ બધું ઘરકામ પણ તેમને જ કરવું પડે."બોલતાં સુધી તેની આંખો ભીની થઈ ગઈ. મેઘનાબહેન આટલી નાની દીકરીની મજબૂરી અને સમજણ જોઈ ગદ્દગદિત થઈ ગયાં. બીજાં દિવસથી રમીલા રોજ સાંજે ચાર થી છ વાગ્યા સુધી ટ્યૂશન માટે આવશે એમ નક્કી થયું. પંદરેક દિવસમાં તો રમીલા મેઘનાબહેનનાં ટ્યૂશનનાં બધાંય બાળકો સાથે હળી ગઈ.