વસુધા - વસુમાં - પ્રકરણ-89

(34)
  • 2.9k
  • 2
  • 1.6k

પથારીમાં સુતેલી વસુધાનો હાથ પોતાનાં હાથમાં લીધો અને બોલી “વસુ.. વસુધા..” ત્યાં વસુધાએ જોરથી ચીસ પાડી “સરલા.. સરલા” અને એનાં મોઢામાંથી ઉલ્ટી થઇ ગઇ એ પાછી બેભાન થઇ ગઇ. બહાર બેઠેલાં લખુભાઇ, કરસન, રમણકાકા બધાં અંદર દોડી આવ્યાં.. કરસન પાછો બહાર દોડીને વૈદકાકાને લેવા ગયો. ગુણવંતભાઇ ક્યારથી લાચાર નજરે વસુધા તરફ જોઇ રહેલાં. એ ક્યારથી કંઇજ બોલી નહોતાં રહ્યાં. ગુણવંતભાઇએ વસુધાનાં માવતરને રાત્રેજ સમાચાર ફોનથી આપી દીધાં હતાં. તેઓ અહીં આવવા નીકળી ગયાં હતાં પણ હજી પહોચ્યા નહોતાં. પોલીસ પટેલ વસુધાનાં હોંશમાં આવવાની રાહ જોતાં હતાં. પણ વસુધા હોંશમાં આવી પાછી બેભાન થઇ ગઇ હતી. વસુધાનાં માવતર આવી ગયાં. પુરષોત્તમભાઇ