વસુધા - વસુમાં - પ્રકરણ-88

(35)
  • 2.8k
  • 3
  • 1.5k

વસુધા ડેરીએથી નીકળી હતી એણે કારમાં એકાઉન્ટની ફાઇલ ચોપડાં બધુ સાથે લીધું હતું આજે એને થાક પણ વર્તાતો હતો એ ગામને પાદર પહોચે પહેલાં કારનો હોઝપાઇપ ફાટ્યો અને ગાડીનું ટેમ્પરેયર એકદમ વધી ગયું બોનેટમાંથી ધુમાડો વરાળ નીકળવા માંડ્યું એણે મોટો નિસાસો નાંખ્યો ઓહ આ શું થઇ ગયું ? એણે થોડું ભાવેશકુમાર પાસેથી શીખેલું એણે ગાડી બંધ કરી.. આગળો ખેંચી બોનેટનું લોક ખોલ્યું... બોનેટ ખોલીને જોયું હોઝપાઇપ ફાટી ગયેલો અને રેડીયેટરનું બધું પાણી ખાલી થઇ ગયુ હતું વરાળ નીકળી ગઇ રબ્બર બળ્યા જેવી વાસ આવી રહી હતી. એને થયું સાંજ પડી ગઇ છે અંધારુ થવા આવ્યું છે કોઇ અહીંથી નીકળે તો