પ્રણય પરિણય - ભાગ 13

(20)
  • 4.3k
  • 3.1k

સમાઈરાના મનસૂબા પર રઘુ અને વિક્રમે પાણી ફેરવી દીધું એટલે સમાઈરા ગુસ્સે તો બહુ થઇ પણ એ ગુસ્સો તે કોઈના પર ઉતારી શકે તેમ નહોતી.બે દિવસ પછી સમાઈરા અમેરીકા માટે નીકળી ગઈ અને વિવાને છુટકારાનો શ્વાસ લીધો**પ્રણય પરિણય ભાગ ૧૩સમાઈરા અમેરિકા જવા નીકળી ગઈ અને બીજા દિવસે વિવાન ચાર દિવસની બિઝનેસ ટ્રીપ માટે ચેન્નઈ જવા નીકળ્યો.કાવ્યા માટે મોકળું મેદાન હતું. તેને હવે કોઈની બીક નહોતી.અગાઉથી નક્કી થયા પ્રમાણે કાવ્યા આજે મલ્હારે આપેલા એડ્રેસ પર એબોર્શન કરાવવા માટે જવાની હતી.'ફઈ.. હું મારા ફ્રેન્ડ જોડે બહાર જાઉં છું.. મારે આવતા મોડું થશે..' કાવ્યાએ વૈભવી ફઈને કહ્યુ.'બેટા આજે બા અને ભાઈ આવવાના છે,