જીવન તરવૈયા

  • 2.8k
  • 1
  • 980

કોરોના ના કપરા કાળની થપાટે મમતા અને સંજય ના હર્યાભર્યા જીવનને ઉથલપાથલ કરી નાખ્યું . રહેવા માટે ન ઘર રહ્યું ન રહી એની સપનાની શાળા કે જે એમની આર્થિક ધરોહર જ નહોતી પરંતુ તેના સમગ્ર પરિવારના આત્મા સમાન હતી. પિતાના મુત્યુ બાદ સંજય અને મોટાભાઈએ પિતા ની તમામ મુડી અને ગામડાની થોડી સુકી જમીન હતી એ વેચીને કંઈક નવું કરવાની ઈચ્છા હતી.સંજયનુ હંમેશા થી સપનું હતું કે એ એક એવી શાળા બનાવશે જ્યાં ગામડાની દિકરીઓ ઓછા ખર્ચ થી શિક્ષણ અને સંસ્કાર મેળવી શકે.મોટાભાઈને પણ સંજયની કાબેલિયત પર પુરો ભરોસો હતો. મોટા ભાઈનો ધંધો પણ ઠીક ઠીક ચાલતો એટલે બન્ને એ