ભરેલાથી ખાલીપણાનો અહેસાસ’. ‘નજદિક હોવા છતાં દૂર’ ચિત્તની દશા. ‘છે, છે ને નથી, નથી’ નો અવિરામ અટૂટ ખ્યાલ.આપણા સહુના જીવનમાં ડર તેમ જ દ્વિધા ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. જો તેમાં શંકાને આરોપણ થાય તો હર્યાભર્યા સંસારને વિરાન થતા સમય લાગતો નથી. શકાનું બીજ રોપાય અને તેને અંકુર ફૂટે તે પહેલાં તેનો નાશ થાય તે હિતાવહ છે. શંકાનું બીજારોપણ કરનાર જ્યારે નિઃસ્વાર્થ પ્રેમનો દાવો કરે ત્યારે તે ખૂબ અજુગતું લાગે તેમાં નવાઈ ન પામો. ‘રોમા’ જે ખાલીપણાથી વિપરીત દિશામાં યાત્રા શરૂ કરે છે. જીવન મધ્યાહનને આંબી ચૂક્યું છે. કુટુંબમાં આવેલી અનેક બાધાને કારણે પરણવાનું ભૂલી ગઈ હતી. કોઈ અફસોસ ન