હાસ્ય લહરી - ૭૯

  • 3.1k
  • 1.1k

જો વક્તા હૈ વોહી બકતા હૈ..! મસલ્સ મોટા મસ કે હાઈબ્રીડવાળા કરવા માટે, અંગ કસરતના ખેલ કરવા પડે. ટોનિક-જીમ-ચ્યવનપ્રાસના કદાચ ફાંકા પણ મારવા પડે. બાકી ગાળ બોલવા માટે કોઈ ક્લાસ કરવાની કે, ટ્યુશન લેવાની જરૂર પડી નથી. 'ગાલિપ્રદાન’ જેવો કોઈ એવોર્ડ મળતો હોય તો વાત અલગ..! ગાળનું કામ ઓટોમેટીક મશીનગન જેવું બાવા..! બોલવાની માત્ર ફાવટ આવવી જોઈએ, એકવાર ફૂટે એટલે ધાણીની માફક એ ફૂટ્યા કરે. જેમ દેવતાઓના ભાથામાંથી તીર નીકળતા, એમ આપમેળે ગાળના પણ ફૂવ્વારા છૂટવા માંડે..! હિમાતનું કામ છે. હિમતે ‘મડદા’...sorry...મર્દા, તો મદદે બધ્ધાં..! ગાળનો શોધક કોણ એને હું શોધું છું. પણ શ્રીશ્રી ભગાનું તો કહેવું છે કે, ગાળનું