હાસ્ય લહરી - ૭૮

  • 2.6k
  • 864

ડીસેમ્બર ડિગા ડિગા, મૌસમ ભીગા ભીગા..! નેરોગેજ લાઈન ઉપર બ્રોડગેજનું એન્જીન આમ તો ચઢાવાય નહિ, પણ આ તો એક વાત કે જોડ્યું હોય તો..? એવું જ કમબખ્ત આ જિંદગીનું છે. ઠુચ્ચૂક...ઠુચ્ચૂક કરીને, પુરા સ્પેર-પાર્ટસ સાથે શરીરને ડીસેમ્બર સુધી ઘસડી લાવ્યા, ત્યારે એક ફિલ થાય કે, તેલ લેવા જાય મોતી, પણ દરિયો તરીને કાંઠે તો આવી ગયા..? વધામણા કરવા, જલશા જ જલશા બાવા..! છેલ્લી કોટિનો માણસ ભટકાય કે નહિ ભટકાય, પણ સાલનો છેલ્લો મહિનો તો સૌને ભટકાય..! છેલ્લા મહિનાની આ જ તો ઈજ્જત છે દાદૂ..! અધિક માસ જેવાં ફ્લેગ સ્ટેશન ગણતરીમાં નહિ લઈએ તો આ ‘લાઈફ-ટ્રેન’ દરેક વર્ષમાં ૧૨ સ્ટેશન કરે.