હાસ્ય લહરી - ૭૭

  • 2.6k
  • 870

હું મને જ મળું તો બસ છે..!   વધેલી ઉમરથી નાખુશ ના બન રસમંજન હજી પણ ઈશ્ક જીવે છે, ને શૈશવ અધૂરું છે ના, પ્રેમલા-પ્રેમલી વિષેના કોઈ ફટાકા આપણે ફોડવા નથી, આમ પણ વીતેલા મૂહર્તને ધ્યાનમાં લેવા, એટલે ટોળું ભાગી ગયા પછી ગોળીબાર કર્યા બરાબર ગણાય..! આ તો ઉમરનો ઓડકાર આવ્યો ને, થયું કે, લાવ ને થોડીક ચોપળી-ચોપળી ફીલોફોફી sorry ફિલોસોફી ઠોકું..! નેતા થવા માટે ભાષણ ઝીંકવા પડે, એમ લેખકનો થપ્પો લગાવવા માટે, આવી ‘ફીલોફોફી’ પણ કરવી પડે. બાકી વાત તો વધતી ઉમરના વરતારાની છે હંઅઅકે..? આ નાતાલમાં પોણો-સો વર્ષનું ખેદાન-મેદાન થશે દોસ્ત..! ગમે એટલી ફેંએએફેંફેં કરો, બરાડા પાડો, ચીહાળા