હાસ્ય લહરી - ૭૫

  • 2.3k
  • 800

હમ છોડ ચલે હૈ મહેફિલકો...!   ચૂંટણીમાં જીતવા ભલે ને બાબરિયા ભૂતની બાધા રાખી હોય, કોઈ ફેર નહિ પડે..! મશીનનું બટન દબાવવા બાબરીયો જાતે નહિ આવે..! નસીબ બળવાન તો ગધા ભી પહેલવાન..! ક્યાં તો નોટ ચાલે, ક્યાં તો વોટ ચાલે..! અંધશ્રદ્ધા બહુત બુરી ચીજ હૈ બાબુ મોસાઈ...! જેનું કુળ સારું હોય, તેમના ખોળામાં તો પહેલેથી જ મોતીડાએ બાંધેલા હોય એટલે, ચૂંટણી જીતવા મરણીયા બનવું પડતું નથી. પણ જેને ઈંચની સૂઝ નહિ, ને ફૂટમાં ફરક નહિ પડતો હોય, તેઓ મોતી મેળવવા મરજીવા બનીને ખાડામાં પણ પડે. ચૂંટણી પણ ખરાખરીનો ખેલ છે દાદૂ..! આવાં ખરાખરીના ખેલ મરજીવા કે સર્કસવાળા જ કરે એવું