લાખા ફુલાણીનું ઈતિહાસ - ભાગ 7

  • 4.2k
  • 2.1k

ઓ સામે રણક્ષેત્રમાં ગીધો ઉડે છે. અને એની કરમીપુરા ચીસો ઉપરથી લાગે છે કે મહાયુદ્ધ મચ્યું છે. એવું યુદ્ધ તો રાખાઈશનું જ હોય. હે હ્રદય, ચાલ , ચાલ આપણે રાખાઈશનું ધીંગાણું જોવા જાઈએ. "મૂળરાજ, માટી થાજે !"રાખાઈશ હાકલ દીધી. " ભાઈ ! ભાઈ ! "એ મધરાતનો સૂર પારખીને મૂળરાજે ભાઈને સાદ કર્યો. " આજ નહિ ભાઈ , દુશ્મન ! "કહીને રાખાઈશ ભાલો ઝીંક્યો. ઘામા વેતરાઈ ગયેલ હાથનું ભાલું નિશાન ચૂકયું. મૂળરાજે આંખો મીંચીને ભાઈ ને માથે સાંગ નાખી. રાખાઈશ પડયો, પછી લાખો પડયો. જાડેજાઓને ખલાસ કરીને મૂળરાજે ગુજરાતનો રસ્તો લીધો. આકાશની આંખોમાંથી લોહીની ધારો થાતી હોય તેવા સાંજના રંગ ઊઘડયા