ધ સ્કોર્પિયન - પ્રકરણ-79

(62)
  • 3.7k
  • 3
  • 2.2k

રાયબહાદુરે બધાં સાથ વાત કર્યા પછી એમની છઠ્ઠી ઇન્દ્રીય કામ કરવા લાગી પણ હમણાં કોઇને કંઇજ કહેવું નહીં એવું નક્કી કર્યું એમણે એમનાં રૂમમાં અને આસપાસ નિરિક્ષણ કરવા માંડ્યુ કે ત્યાં કોઇ જાસુસી કે નજર નથી રાખી રહ્યું ને ? રાયબહાદુરે રૂમમાં બધેજ જોયું બારી દરવાજા કબાટ બધુ ચકાસ્યું. અને બહાર આવી રૂમની આજુબાજુ બધે નિરિક્ષણ કરવા લાગ્યાં.. ત્યાં એમનાં પત્ની સુરમાલિકાનાં રૂમમાંથી ત્યાં આવ્યાં.. અવંતિકા રોયે કહ્યું ‘અરે તમે આ શું ચારો તરફ આટલું ઝીણવટથી જોઇ રહ્યાં છો ? હજી હમણાં તો..” ત્યાં રાયબહાદુરે કહ્યું.. “દેવની સાથે થયું પછી હું એલર્ટ થયો છું એટલે આપણો રૂમ ચકાસી રહ્યો છું.