વસુધા - વસુમાં - પ્રકરણ-87

(35)
  • 3.2k
  • 3
  • 1.7k

વસુધાનાં વખાણનાં પુલ બંધાઇ રહ્યાં હતાં ત્યારે કોઇ બે આંખો વસુધા તરફ ખૂબ તિરસ્કારથી ક્રૂર રીતે જોઇ રહી હતી. વસુધાને એ અંગે કંઇજ ખબર નહોતી. પશુદવાખાના અંગે સરપંચ ત્થા પ્રાંત અધિકારીની હાજરીમાં જગ્યા નક્કી થઇ ગઇ એ અંગે સ્ટાફને સૂચના અપાઇ ગઇ અને સરપંચને કહેવામાં આવ્યું તેમ જે સમયગાળો નક્કી થયો છે ત્યાં સુધીમાં પશુદવાખાનું અવશ્ય ઉભું થઇ જશે. પ્રવિણભાઇ જૈન સાથે આવેલા દાતા લક્ષ્મીકાંત સોનીએ કહ્યું “ગામમાં હોસ્પીટલ ઉભી કરવા માટે મારું ટ્રસ્ટ પૈસા પુરા પાડશે અને એ પણ ઝડપથી ઉભું થઇ જશે”. બધાએ તાળીઓનાં ગડગડાટ સાથે વાતને વધાવી લીધી આમંત્રિત તથા ગામનાં લોકોને વસુધાનાં ડેરીનાં સ્ટાફે ચા-કોફી, કેસર