પ્રણય પરિણય - ભાગ 12

(25)
  • 4.8k
  • 3.1k

'તું વિરોધમાં જઈ શકીશ નહીં? અને હું? હું તો મારા ભાઈના વિરોધમાં ગઈને? કોના માટે? આપણાં પ્રેમ માટે જ ને? અરે! હું આપણા માટે મારી આખી ફેમિલીના વિરોધમાં જવા તૈયાર છું. બધાં સાથે સંબંધો તોડી નાખવા તૈયાર છું. અને તું કહે છે કે તું તારા ઘરનાની વિરોધમાં નહીં જઈ શકે?' કાવ્યાનો અવાજ ઉંચો થઈ ગયો. એના ચહેરા પર લોહી ધસી આવ્યું.'આમ જો કાવ્યા, તું શાંતિથી વિચાર કર..' મલ્હારે બેઉ હાથમાં કાવ્યાનો ચહેરો લીધો: 'એબોર્શન કરાવીને તરતજ આપણે લગ્ન કરી લઇશું.. વધારેમાં વધારે શું થશે? આપણે ગુપચુપ લગ્ન કરીશું એટલે મારા ઘરના મારાથી નારાજ થશે એટલું જ ને? કદાચ મારી સાથે