33 - દીદી, તમારો પથ્થર ! રોશન રૂમમાં આવ્યો છે. અમે ચારે બેસીને વાત કરી રહ્યાં છીએ, જ્યારે એ પહેરણની નીચેથી પથ્થર કાઢે છે.... - તેં પાછો મૂકી નહોતો દીધો પથ્થર ? મેં તને કહ્યું હતું ! - તમને ગમ્યો હતો ને ? હું સંતાડીને લઈ આવ્યો...સુન્ના તો એમ જ કહેતો હશે... - જો સાચે જ મુસીબત આવશે તો ? - હવે લઈ આવ્યો છે તો રાખી લો દીદી ! પંકુલ કહે છે. - અને પેલો પહેલાં લીધો હતો તે પથ્થર ? હું એને પૂછું છું. - એ તો તમારી બેગમાં જ હતો, સુન્નાને એની ખબર નથી. અમને સુન્નાએ એક