પ્રકાશનુ પતન થયુ અને અંધકારનુ આધીપત્ય, રાત્રી તો ઘણી જોઈ પણ આવી તે વળી રાત્રી હોતી હશે? ના આતો બીજુ જ કાંઈક છે, કોઈ ડાકણના સાડલાનો પાલવ જાણે ધરતીની ચોમેર વીંટળાયો હોય, અને કાળું ડિબાંગ અંધારૂ ચારે કોર વ્યાપ્યુ હોય તેમ લાગતુ હતું, તેમાં પણ જો કોઈ તારો ચમકારો કરે તો એમ લાગે કે જાણે સ્મશાનમાં ચીતા ઉપર બેસીને કોઈ કાળપુરૂષ ચલમના ઘૂંટડા ભરતો હોય અને નશામાં ચકનાચૂર તેની બે લાલ-લાલ આંખો તે અંધકારમાં ચમકી ઉઠી હોય બસ એવો જ આભાસ થાય.કોઈ અઘોરીની જટાની માફક ચારે કોર ફેલાયેલ વૃક્ષોથી આચ્છાદિત જંગલ, કાળીડીબાંગ રાત્રિના સાનિધ્યમાં ભયાનક ભાસતું હતું. આળસુ બનીને પડી