મદદ

(16)
  • 5k
  • 1.7k

આજે સૂર્યના કિરણો ઠંડીને પ્રસરવા જાણે અવકાશ આપતા હોય એમ આછા આછા જમીન પર પડતા હતા. કાવ્યાને આજની સવાર ખુશનુંમાં કરતા ઠંડી વધારે લાગી રહી હતી. કાવ્યાએ કારના વિન્ડો ગ્લાસ બંધ રાખ્યા હતા છતાં અંદરની ઠંડક જાણે તેને જડવત બનાવી રહી હતી. કાવ્યના હાથ સ્ટીયરીંગ પર ચોંટી ગયા હતા. અને તેનું સમગ્ર ધ્યાન રસ્તા પર કેન્દ્રિત હતું. તે વિચારી રહી હતી કે આજે વર્ષના છેલ્લા મહિનાનો આ છેલ્લો દિવસ છે. અને વર્ષ જાણે એક પલકારામાં જ પસાર થઈ ગયું. તેણે સ્માર્ટ વોચમાં નજર કરી, હજી ઓફિસ શરૂ થવાને ૧૦ મિનિટની વાર હતી. તેણે મનમાં વિચાર્યું ‘ચલો આજ તો ઓફિસ સમયસર