ડાયરી - સીઝન ૨ - વી, ધ પીપલ ઓફ ઇન્ડિયા

  • 2.1k
  • 1
  • 982

શીર્ષક : વી, ધ પીપલ ઓફ ઇન્ડિયા ©લેખક : કમલેશ જોષીકોલેજમાં ભણતા ત્યારે ૨૬ જાન્યુઆરી, રિપબ્લિક ડેના સેલિબ્રેશન બાદ કેન્ટીનમાં ચા-સમોસાનો નાસ્તો કરતા અમે સૌ મિત્રો બેઠા હતા. સૌના દિલોદિમાગમાં દેશભક્તિના ગીતો છવાયેલા હતા. ‘મેરે દેશ કી ધરતી સોના ઉગલે ઉગલે હીરે મોતી’, ‘એ મેરે વતન કે લોગો, જરા આંખોમે ભરલો પાની’, ‘કર ચલે, હમ ફિદા, જાનો તન સાથીઓ’ જેવી વિવિધ ધૂન હજુ અમારા હોઠો પર રમી રહી હતી. ત્યાં અચાનક એક ટીખળી અને જીજ્ઞાસુ મિત્રે શરૂઆત કરી "બેઝીકલી હું તો આ ડેઝ સેલિબ્રેશનનો ફંડા જ સમજી શકતો નથી." અમને નવાઈ લાગી, એ આગળ બોલ્યો "પછી એ ઇન્ડિપેન્ડન્ટ્સ ડે હોય,