પ્રારંભ પ્રકરણ 3સિદ્ધાર્થ અને કેતન બંને સગા ભાઈ હતા. પિતા જગદીશભાઈનો ડાયમંડ નો ધંધો સુરતમાં બંને ભાઈઓ સંભાળતા હતા. સિદ્ધાર્થ અને કેતનના દાદા જમનાદાસે સુરતમાં આવીને આ ડાયમંડની પેઢી નાખી હતી. એમના પુત્ર જગદીશભાઈએ આ ધંધાનો વિસ્તાર કર્યો હતો અને હવે બંને પુત્રો ધંધો સંભાળતા હતા. ધંધાના વિસ્તાર માટે કેતનને મેનેજમેન્ટનો કોર્સ કરાવવા માટે પિતા જગદીશભાઈએ બે વર્ષ અમેરિકા પણ મોકલ્યો હતો. પરંતુ કેતનને અમેરિકામાં ચેતન સ્વામી નામના એક એવા સંન્યાસી મળ્યા કે જેમણે કેતનને કહ્યું કે " તારા દાદા જમનાદાસનો જ તારા સ્વરૂપે બીજી પેઢીએ પુનર્જન્મ થયો છે. પૂર્વજન્મમાં તું પોતે જ જમનાદાસ હતો અને તારા થકી એ વખતે