વસુધા - વસુમાં - પ્રકરણ-86

(26)
  • 3k
  • 1.6k

આકુને આંગળીએથી દોરીને વસુધા ડેરીનાં પાછળનાં દરવાજેથી એનાં ખેતરમાં ગઇ. આકુને મજા પડી રહી હતી એણે કાલી કાલી ભાષામાં બોલવાનું ચાલુ કર્યુ “માં... માં.. જો જો ગાય.. ગા...ય...” વસુધાએ હસીને કહ્યું “બકુ એ ગાય નહીં બળદ છે બાજુમાં છે એ આંખલો કહેવાય જો અહીં. બુધાકાકાએ બકરીઓ પણ રાખી છે...” બેઉ માં દિકરી વાતો કરતાં કરતાં આગળ વધી રહ્યાં હતાં ત્યાં બુધાની વહુ રમીલા સામેથી દોડતી દોડતી આવી બોલી “બહેન તમે અહીંયા ? આ પેલા તો ત્યાં વાડ સરખી કરવા ગયાં છે બોલાવું ?” વસુધાએ કહ્યું “ના એને જે કરતો હોય કામ કરવા દે તું ખાટલો પાથર એમાં આકુને બેસાડી હું