.'સમાઈરા, મારા માટે જે કંઈ છે એ કાવ્યા છે સમજી? એને ઘરે જવું છે તો હું પણ રોકાઈ નહીં શકું… જો તારે એન્જોય કરવું હોય તો તું કરી શકે છે.. ઘરે પહોંચીને હું તારા માટે ગાડી મોકલી આપીશ.' વિવાને ઠંડા પણ ધારદાર અવાજમાં કહ્યુ.વિવાનની વાત સાંભળીને સમાઈરાને લાગી આવ્યું. 'ઓકે તો ચાલો ઘરે.' બોલીને એ ધમ ધમ કરતી બંનેની આગળ ચાલતી થઈ.'આઇ એમ સોરી ભાઈ, મારે લીધે તમારો મૂડ સ્પોઈલ થયો..' કાવ્યા અફસોસ કરતા બોલી.'અરે નહીં બચ્ચા.. મારા મૂડ કરતાં તું વધુ ઈમ્પોર્ટન્ટ છે, ચલ આવ..' વિવાન બોલ્યો અને કાવ્યાના ખભે હાથ મૂકીને એને લઈને પાર્કિંગ તરફ ચાલ્યો.**પ્રણય પરિણય ભાગ