દશાવતાર - પ્રકરણ 57

(71)
  • 3.3k
  • 1
  • 1.9k

          પદ્માને ખબર નહોતી કે એ દીવાલની પેલી તરફથી પાછી ફરશે કે કેમ? ત્યાં એના પિતા ત્રિલોકની ફિલસૂફી સાચી ઠરતી હતી. કળિયુગમાં અસ્તિત્વ અનિશ્ચિત છે. પદ્માને આજે અસ્તિત્વની પરવા નહોતી. એને ચિંતા હતી તો એક જ વાતની કે એને વિરાટને મળ્યા વિના જ દીવાલની પેલી તરફ જવાનું હતું. એને વિરાટની વિદાય લેવાની તક એ જ અફસોસ હતો.           ટ્રેનની પ્રણાલી એ રીતે કામ કરતી - ટ્રેન જૂના મજૂરોને ઉતારી જતી અને નવા મજૂરોને લઈ જતી પરંતુ બંનેનો રસ્તો અલગ હતો - જૂના મજૂરો સ્ટેશનના પાછળના દરવાજાથી બહાર આવતા અને નવા મજૂરો આગળના ગેટથી અંદર દાખલ