પ્રભાના કિનારાની રાહમાં - 8

  • 1.8k
  • 892

ગત અંકથી શરુ.... બીજા દિવસની શરૂઆત ખુબ જ અનેરી હતી, મોસમી હવામાં પ્રકૃતિની મહેક હતી આગળ વધતા પવનના મોજા પ્રભાના મિજાજને વધુ અનેરો બનાવતા હતા, પ્રભાએ ગણેશાના મંદિરે જઈને સવારને વધારે સફળ બનાવી, મંદિર દરિયા કિનારાથી નજીક હોવાથી પ્રભાએ ઠંડી - ઠંડી હવામાં થોડોવાર સમય વિતાવવા પોતાના પગ કિનારા નજીક ચાલવા નક્કી કર્યા... કિનારા નજીક આવેલા બાંકડા ઉપર એક માણસ બ્લેક કોટ અને માથે ટોપી સાથે માસ્કથી પોતાનું શરીર ઢાંકીને બેઠો હતો, પ્રભાએ તેની તરફ ધ્યાનથી જોયા વિના બાંકડા ઉપર બેસી મોજાઓને જોવાનું શરુ કર્યું... શીતલતા સાથે મોજની સાથે વહી આવતી બાળપણની યાદો પણ પ્રભાની આંખોમાં ખામોશી લાવી રહી હતી